ગુજરાત હાઇકોર્ટની વારંવાર ટકોર છતાં રાજ્ય સરકાર રસ્તા પર રખડતા ઢોરને કાબુમાં લેવામાં સરેઆમ નિષ્ફળ રહી છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે દિવસે દિવસે વધી રહ્યો છે મોડાસા શહેરના રખડતા ઢોરને લીધે મોતની ઘટનાઓ પણ બની છે નગરપાલિકા તંત્ર રખડતા પશુઓએ કાબુમાં લેવામાં લાચાર જણાઈ રહ્યું હોય તેવું શહેરીજનો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા શહેરની વિદ્યાકુંજ સોસાયટીમાં ભુરાંટી બનેલી ગાયે દસથી વધુ લોકોને અડફેટે લેતા ગાયને પાંજરે પુરવામાં આવેની માંગ સાથે સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીમાં ધસી જઈ ઉગ્ર રજુઆત કરી હતી
મોડાસા શહેરની વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા પૂર્વીબેન પટેલ મોપેડ પર તેમની પુત્રી સાથે રસી મુકાવવા નીકળ્યા હતા ત્યારે એક ગાયે હુમલો કરતા માતા-પુત્રી નીચે પટકાતા ગાયે બંનેને શીંગડે ભરાવી પગ મુકવા જતા નજીકમાં રહેલ વૃદ્ધા દંડા સાથે દોડી પહોંચી ગાયને ભગાડી મુકતા માતા-પુત્રીનો આબાદ બચાવ થયો હતો માતા-પુત્રી આંખો સામે મોત જોઈ પારેવાની માફક ફફડી ઉઠ્યા હતા વિદ્યાકુંજ સોસાયટીમાં રખડતી ગાયે દસથી વધુ લોકોને અડફેટે લેતા સ્થાનિક લોકો ગાયના આતંક સામે લાચાર બની ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે
વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા લોકો ગાયના આતંક અંગે નગરપાલિકામાં રજુઆત કરી પાંજરે પુરવા માંગ કરી હોવા છતાં તંત્ર નિંદ્રાધીન રહેતા ગાયે વધુ એક વાર માતા-પુત્રી પર હુમલો કરતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને નગરપાલિકા કચેરીમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો સોસાયટીના રહીશે ગાયથી કોઈ પણ વ્યક્તિને નુકશાન થશે તો તેની જવાબડદારી નગરપાલિકા,કલેકટર અને મુખ્યમંત્રી રહેશે તેમ જણાવ્યું હતું ચીફ ઓફિસરને ભુરાંટી બનેલ ગાયને ઝડપથી પાંજરે પુરવામાં આવેની માંગ કરી ગાયને કાબુમાં નહીં લેવામાં આવે તો નગરપાલિકા કચેરીમાં સોસાયટીના રહીશોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી