ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે ગટર લાઈન બનાવવામાં આવે છે પરંતુ કેટલીક વાર ગટર ની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે ગટરનું પાણી રસ્તા પર આવી જતું હોય છે અને ગંદકી તેમજ રોગચારા ની દહેશત જોવા મળે છે
મેઘરજ ખાતે પંચાલ રોડ પર આવેલ ગટર લાઈનની સાફ સફાઈ ન થતી હોવાથી ગટરનું પાણી રસ્તા પર આવી જતું હોય છે જેમાં ગંદા પાણીનો નિકાલ કરવા અને અટકાવવા ગ્રામ પંચાયત ને ઘણી વાર રજુઆત કરવામાં આવી છે છતાં હજુ એનો નિકાલ થતો નથી ત્યારે ફરી મેઘરજ પંચાલ રોડ પર આવેલ મેડિકલ ચલાવનાર અરજદારે ગટરના ગંદા પાણી નો નિકાલ કરવા અરજી કરી છે અને આક્ષેપ કર્યા હતા કે વારમવાર રજુઆત કરવા છતાં હજુ સુધી ગટર લાઈન સાફ કરવામાં આવતી નથી અને ગંદા પાણી રસ્તા પર ફરી વરતા રોગચારો અને રહીશો પરેશાન થઇ રહ્યા છે તો ગંદા પાણી નો ઝડપથી યોગ્ય નિકાલ કરવામાં તેવી હાલ તો માંગ સેવાઈ રહી છે