ટીંટોઇ ગાયત્રી મંદિરમાં પાંચમા નોરતે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા
ગાયત્રી મંદિરના ચોકમાં મોહક બિટ્સ મ્યુઝીકલ ગ્રુપ અને લોકગાયક તેજસભાઈ રાવલ અને લોકગાયિકા નેહાબેન પ્રજાપતિના સુરના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા
નવલાં નોરતાંનો રંગ જામી રહ્યો છે અને ખેલૈયાઓના ઉત્સાહમાં પણ વધારો થઈ થયો છે.મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં નવલી નોરતાની રાત્રીઓમાં ખેલૈયાઓ મન મૂકી ને શેરી ગરબામાં મન મુકીને સંગીતના તાલે થીરકી ઉઠ્યું હતું.
મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે ગાયત્રી મંદિર ખાતે પાંચમા નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. માં ના દરેક કાર્યમાં ખડેપગે ઉભા રહેતા એવા સુધીરભાઈ ચીમનલાલ ઠાકર તથા શ્રી ગાયત્રી મંદિર ટ્રસ્ટ આયોજિત ગાયત્રી મંદિર નવરાત્રી મહોત્સવ ચોકમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.
ટીંટોઇ ગામના વિવિધ મંદિરો જેવા કે ઑહોજ માતાજી મંદિર, ગાયત્રી મંદિર તથા અંબે મંદિરના મેદાન પર ભારે ભીડ જોવા મળી હતી તેમજ મંદિરો રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા