કોલીખડના જાગૃત નાગરિકે માર્ગ અને મકાન વિભાગને જાણ કરતાં તંત્રએ ઝાડું ફેરવી નોટિસ આપી કામ પુરૂ….!!!!
અરવલ્લી જીલ્લાના મુખ્ય માર્ગો પર હોટલ ,ઢાબાવાળાઓ દ્વારા મનમાની કરાતી હોવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.
આવા ઢાબાવાળાઓની મનમાની માટે ક્યાંકને ક્યાંક તંત્રની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા બાબતે રહેલી ઉદાસીનતા જવાબદાર હોય છે….!!!
મોડાસાથી રાણાસૈયદની બાજુમાં આવેલ મેવાત ઢાબાના માલીક દ્વારા રોઽ માર્જીનમા માટી પુરણ કરી દબાણ કરી રોઽ સેફ્ટીના લીરેલીરા ઉડાડનાર અને સંભવીત અકસ્માતનો ખતરો ઉભો કરનાર મેવાત ઢાબાના માલીક વીરુધ્ધ કોલીખડ ગામના જાગૃત યુવાન રૂચિતભાઈ ચૌધરી દ્વારા સ્ટેટ આર&બી વિભાગમાં રજુઆત કરાતા આ બાબતે નોટીસ આપ્યા બાદ આર&બી વિભાગ સબંધીત લોકેશન પર માત્ર જાડુ ચલાવી સંતોષ માને તે બરોબર ન કહેવાય…!!!!
આ મેવાત ઢાબા અને તેની નીતીરીતીથી ગંભીર અકસ્માત કે એકસીડન્ટલ ડેથ થશે તો આર&બી સ્ટેટ મોડાસાના સરકારી હાકેમો અને તેમના વીભાગના કર્મચારી જવાબદાર રહેશે તેમ ઉગ્ર આક્રોશ દ્વારા જણાવ્યું હતું
અસરકર્તા મેવાત ઢાબાને જે દીન-૩ મા રોઽ માર્જીનમાં માટી પુરણ કરી કરેલ દબાણનો સંદર્ભ ટાંકી નોટીસ આપેલ હોયતે મુજબ દબાણ દુર કરવામા નહી આવેતો આ દબાણ કરનાર અને રોઽ સેફ્ટી ને જોખમમાં મુકી અકસ્માતનો ખતરો ઉભો કરનાર હોટલ માલિક અને જવાબદાર કાર્યપાલક ઈજનેર વિરુદ્વ મોટુ જન આંદોલન થાય તો નવાઈ નહીં….!!!!