શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં નવરાત્રીની રંગત ધીમેધીમે જામી રહી છે.શહેરાનગરમાં આવેલી વિવિધ વિસ્તારોમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામા આવ્યુ છે.ગ્રામીણ વિસ્તારમાં પણ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે. ઢોલ-ગરબાના તાલેખેલૈયાઓ ગરબાની મોજ માણી રહ્યા છે. શહેરામાં મારુતિ ટીમ્બર ખાતે ઢોલના તાલે પ્રાચીન ગરબાની રમઝટ જામતી હોય છે.ખેલૈયાઓ ઉમંગ ઉત્સાહથી ગરબે ઘુમતા જોવા મળી રહ્યા છે. આ ગરબા નિહાળવા માટે નગર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આવે છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે.
પંચમહાલ જીલ્લામાં નવલી નવરાત્રીની રંગેચંગે રંગત જામી છે.શહેરા પંથકમાં પણ વિવિધ જગ્યાઓ પર નવરાત્રીનુ આયોજન કરવામા આવ્યુ છે. શહેરાનગરમાં મારુતિ ટીમ્બર, સિંધી ચોકડી,અંબા માતાજીના મંદિર પરવડી મેઈન બજાર ખાતે નવરાત્રી પર્વનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ખેલૈયાઓ રંગબેરીગી વસ્ત્ર પરિધાન પહેરીને ગરબા રમીને માતાજીની ભક્તિ આરાધના કરી રહ્યા છે. જાણીતા કલાવૃદો ખેલૈયાઓને ગરબે રમાડી રહ્યા છે. શહેરાનગર સિવાય ગ્રામીણ વિસ્તારમાં પણ ગરબાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. શહેરા નગરમાં નવરાત્રીના પર્વને લઈને મોડી રાત સુધી ગરબાની રમઝટ જામે છે. નગરના મારૂતિ ટિમ્બર ખાતે પાછલા 28 વર્ષથી ગરબા નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ ગરબાને નિહાળવા આવે છે, જ્યારે અહીં ઢોલ ના તાલે માતાજીના ગરબા રમાડવાની વર્ષો જુની પંરપરા આજે પણ જાળવી રાખવામા આવી છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવતા ગરબા ગ્રાઉન્ડ પણ નાનુ પડી જતુ હોય છે. મહિલા સુરક્ષાનુ પણ ધ્યાન રાખવામા આવે છે.સાથે સાથે શહેરાનગરમા આવેલા અન્ય ગરબાચોકમા પણ ગરબાનું આયોજન કરવામા આવે છે.તેમા મોટી સંખ્યામાં ગરબારસિકો ઉમટી પડે છે. અને ગરબા ની મોજ માણે છે.





