28 C
Gujarat
Friday, August 21, 2026
Home Politics & Current Affairs ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું, કોંગ્રેસે ક્યારેય ખેડૂતોની ચિંતા...

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું, કોંગ્રેસે ક્યારેય ખેડૂતોની ચિંતા નથી કરી, લાભ માટેની પણ કોઇ જ યોજના નથી બનાવી

0
292

મેરા ગુજરાત, ગીર સોમનાથ

કોંગ્રેસ વર્ષો સુધી સરકારમાં રહી કયારેય ખેડૂતોની ચિંતા કરી નથી કે, ખેડૂતોને ખરા અર્થમાં લાભ થાય તેવી કોઇ યોજનાઓ જાહેર કરી નથી.તેવી વાત સી.આર.પાટીલ એ ગીર સોમનાથ જીલ્લા કિસાન મોરચા દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન માટે “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ સુત્રાપાડા ખાતે યોજાયો હતો તેમાં જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે,દેશના ખેડૂતો પગભર થાય, તેમની કમાણી વધે તે માટે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા તે સમયે વિવિધ યોજનાઓ લાવ્યા જેનાથી ધીમે ધીમે ખેડૂતોની આવક વધી છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વર્ષ 2014માં જયારે વડાપ્રધાન ની ધુરા સંભાળવા દિલ્હી ગયા ત્યારે ગુજરાતના ખેડૂતોની કુલ આવક 15 ગણી વઘારી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખેડૂતના ખાતામાં સરકારની સીધી સહાય જમા થાય તેની ચિંતા કરી છે.
કાર્યક્રમમાં ત્રણ કુપોષિત બાળકોને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કીટ આપવામાં આવી હતી તેમજ સરકારની અન્ન બ્રહ્મ યોજના હેઠળ દર માસે દસ કિલો મફત અનાજ વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત 12 લાભાર્થીઓને યોજનાની કિટ વિતરણ કરવામાં આવી સાથે પ્રગતિશીલ બે ખેડુતોનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!