32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

ગુજરાત પાણીની બાબતમાં આત્મનિર્ભર બનશે રાજ્યમાં 16 જિલ્લામાં ઘરે ઘરે પાણી !


ગાંધીનગર ખાતે વર્લ્ડ વૉટર ડે 2022નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઋષિકેશ પટેલ કે જેઓ પાણી પુરવઠા મંત્રી છે. જેમને પાણીની જરૂરીયાત અને અત્યારે મળી રહેલી સુવિધાને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પાણીની બાબતમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. 16 જિલ્લામાં ઘરે ઘરે પાણી અત્યારે મળી રહ્યું છે. આ જ વર્ષના અંત સુધીમાં અન્ય જિલ્લાઓમાં પણ પાણી પહોંચતું થશે અને બહેનોને રાહત થશે તેવી વાત ઋશિકેશ પટેલે જણાવી હતી. આ સાથે સાથે અન્ય જિલ્લામાં કે જ્યાં ખાસ કરીને પાણી નથી હોંચતું એ ઘર સુધી પણ પાણી પહોંચતું કરવામાં આવશે તેને લઈને અથાગ પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Advertisement

એટલે કે, બાકીના 32 જિલ્લાઓ હજૂ પણ નલ સે ઘર યોજના અંતર્ગત હજૂ સુધી પાણી નથી પહોંચતું જો કે તેને લઈને વિધાનસભાની અંદર પણ પ્રશ્નોતરી કાળમાં આ પ્રકારના પ્રશ્નો પાણી ના મળવાના ઉપસ્થિત થયા હતા. હજૂ પણ ઘણા ઘરોમાં પાણી ની નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવાનું બાકી છે ત્યારે આ વર્ષના અંત સુધીમાં આ પાણી પહોંચશે તેવી બાંહેધરી પાણી પુરવઠા મંત્રી દ્વારા આપવામાં આાવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!