38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Paper Leak : વન રક્ષકનું પેપર ફૂટ્યું ! ભવિષ્યની ચિંતા કરી પરીક્ષા...

Paper Leak : વન રક્ષકનું પેપર ફૂટ્યું ! ભવિષ્યની ચિંતા કરી પરીક્ષા આપતા ઉમેદવારો સાથે રમત ?

0
1241

ગુજરાતમાં હાલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક ભરતી પરીક્ષાના પેપર લીક થવાની વાતો સોશિયલ સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી છે. મહેસાણામાં વન રક્ષકની પરીક્ષા પહેલા પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં વિદ્યાર્થીઓને ચિંતામાં વધારો થયો છે. મહેસાણાના ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પ્રશ્નપત્રના જવાબો ફરતા થયા હોવાની આશંકા છે.

સમગ્ર ઘટનાને લઇને અન્ય પરીક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રશ્નપત્ર કોણે સોલ્વ કર્યું તે અંગે પણ સવાલો કર્યા હતા. હાલ પેપર લીકને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પહેલા પણ ગૌણ સેવા પસંદગી મંડળ સંચાલિત યોજાયેલી અનેક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ ઘટી હતી ત્યારે વધુ એક પેપર લીકની ઘટનાથી પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, પરીક્ષાર્થીઓ માટે કોઇ યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે ? શું આમ ને આમ જ પેપર ફૂટતા રહેશે કે શું ? મોટા માથાઓના આશીર્વાદથી સરકારની છવી કેમ કરડાઈ રહી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!