asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : મોડાસાના ઓધારી તળાવમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, યુવક પર અસામાજીક તત્ત્વોનો લોહિયાળ હુમલો,મોબાઈલ ખેંચવાનો પ્રયત્ન


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં અસામાજીક તત્ત્વો બેખોફ બની રહ્યા છે મોડાસા શહેરનું ઓધારી તળાવ લુખ્ખાતત્ત્વો નો અડ્ડો બની રહ્યું છે સાંજના સુમારે રોમિયોગીરી કરતી અનેક ટોળકીઓ મોર્નિંગ વોક કરવા આવતી મહિલાઓ અને યુવતીઓને ટગર ટગર જોઈ રહેતા હોય છે ઓધારી તળાવમાં સુરક્ષાના નામે મીંડું હોવાથી રાત્રીના સુમારે દારૂની મહેફિલ અને ગાંજાના કસ ખેંચવા નશેડીઓ પહોંચતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રવિવારે સાંજે મોર્નિંગ વોક કરતા યુવકની નશાની હાલતમાં રહેલા યુવકે પજવણી કરતા યુવકે વિરોધ જતાવતા નશાની હાલતમાં રહેલા લુખ્ખાએ તેની ગેંગ બોલાવી યુવક પર હુમલો કરી માથાના ભાગે બોથડ પદાર્થ જેવું ઝીંકતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો

Advertisement

મોડાસા શહેરના દિવ્યજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા દેવાંગ ચંદ્રવદન પંડ્યા નામનો યુવક નિત્યક્રમ મુજબ રવિવારે સાંજના સુમારે ઓધારી લેકમાં મોર્નિંગ વોકમાં ગયા હતા ત્યારે ત્રણ લુખ્ખા શખ્સોમાંથી નશાની હાલતમાં રહેલા એક શખ્સે દેવાંગ ભાઈને કોણી મારી પજવણી કરતા આંખ આડે કાન કર્યા હતા ફરીથી નશેડીએ હેરાન કરવાનો પ્રયત્ન કરતા યુવકે વિરોધ કરતા લુખ્ખાગીરી પર ઉતરી મોબાઈલ ખેંચી લેવા જતા હોબાળો મચ્યો હતો અન્ય મોર્નિંગ વોક કરતા લોકો મદદમાં આવતા નશાની હાલતમાં રહેલા અસામાજીક તત્ત્વએ બેફામ ગાળો બોલતા મોર્નિંગ વોક કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બેફામ બનેલ નશેડીને પોલીસકર્મી હોવાનું જણાવતા વોકરે થપ્પડ મારતા ત્યાંથી જતા રહ્યા બાદ તેની ગેંગને બોલાવી લઇ મોર્નીગ વોક કરતા યુવક સાથે ઝગડો કરવાનું ચાલુ કરતા યુવક ઓધારી તળાવ બહાર નીકળી ગયા હતા તો અસામાજીક તત્વોએ પીછો કરી રોડ પર ઝપાઝપી કરી એક લુખ્ખાએ દેવાંગભાઈને માથામાં બોથડ પદાર્થ જેવું ઝીંકતા લોહીલુહાણ થતા લોકોના ટોળેટોળા દોડી આવતા અસામાજીક ટોળકી ફરાર થઇ ગઈ હતી ઈજાગ્રસ્ત યુવકે સારવાર અર્થે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો

Advertisement

ઓધારી લેકમાં મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે આવતા લોકોમાં અસામાજીક તત્ત્વોના હુમલાના પગલે ભારે ફફડાટ ફેલાયો છે ટાઉન પોલીસ હુમલાખોરોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!