અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલા ગ્રામ પંચાયતના બગીચામાં અચાનક આગ લાગવાની ઘટના ઘટતા અફરા-તફરી સર્જાઈ હતી. બગીચામાં મુકવામાં આવેલા ડસ્ટબીનમાં અચાનક આગ લાગી હતી, જોકે આગ કયા કારણોસર લાગી હતી, તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ જોત-જોતામાં આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજ ખાતે આવેલા ગ્રામ પંચાયત સંચાલિત બગીચામાં મુકવામાં આવેલા ડસ્ટબીનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રોજિંદા હજારો લોકો બગીચામાં સમય પસાર અને હળવાશની પળ માટે આવતા હોય છે, આ વચ્ચે બગીચામાં મુકવામાં આવેલા ડસ્ટબીનમાં અચાનક આગ લાગવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને ફરવા માટે આવેલા લોકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના અહીં ટળી હતી. મેઘરજ પંચાયત સંચાલિત બગીચામાં સમયાંતરે મેન્ટેનન્સ થાય તે પણ જરૂરી છે, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય.