26 C
Ahmedabad
Friday, April 12, 2024

અરવલ્લી : રાજસ્થાન પોલીસને 26 વર્ષથી હંફાવતા આરોપીને LCBએ ગોધરામાંથી દબોચી લીધો, આરોપીના મોતિયા મરી ગયા


ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવે રેન્જના પોલીસતંત્રને રાજ્ય અને આંતરરાજ્યના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઇવ યોજાવાની સૂચના આપવામાં આવતા અરવલ્લી એલસીબી પોલીસે રાજસ્થાન રાજ્યના ધંબોલા પોલીસ સ્ટેશનમાં 26 વર્ષ અગાઉ ગુન્હાના ગોધરાના આરોપીને ઘરેથી ઝડપી પાડી રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Advertisement

અરવલ્લી ઇન્ચાર્જ એસપી વિજય પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન રાજ્યના ધંબોલા પોલીસ સ્ટેશનમાં 26 વર્ષ પહેલા આબકારી અધિનિયમન હેઠળ નોંધાયેલ ગુન્હાનો આરોપી અનિલ હસમુખ જયસ્વાલ (રહે,તુલસી સોસાયટી, ગોધરા-પંચમહાલ) ઘરે હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ ગોધરા આરોપીના ઘરે પહોંચી ઉંઘતો ઝડપી લેતા છેલ્લા 26 વર્ષથી રાજસ્થાન અને સ્થાનિક પોલીસને હંફાવતો આરોપી અનિલ જયસ્વાલના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે અટકાયત કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!