37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી...

અરવલ્લી : શામળાજી પોલીસે બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપ્યો

0
152

રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો વચ્ચે વિદેશી દારૂ પીવાના શોખીનો દારૂ પીવાના બહાના બનાવી વર્ષે દહાડે અબજો રૂપિયાનો દારૂ ઘટઘટાવી રહ્યા છે રાજ્યમાં તહેવાર ટાણે દારૂ
પીવાનું ચલણ વધી રહ્યું છે દિવાળી પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરોના નિતનવા નુસ્ખા નાકામીયાબ થઇ રહ્યા છે

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક કન્ટેનર આવતા અટકાવી કોર્ડન કરી કન્ટેનરની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની પેટી-445 કુલ બોટલ નંગ-5340/- કીં.રૂ.2505600/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક યમુનાપ્રસાદસિંહ રતનસિંહ રાજપૂત(રહે,ભીમ,રાજસમંદ-રાજ)ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ મળી કુલ.રૂ.3507600/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હજારીસિંહ રાજપૂત (રહે,અજમેર-રાજ)નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!