37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home સ્પોર્ટ્સ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં શેઠ પી....

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના ખેલાડીઓ ઝળક્યા

0
388

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના ખેલાડીઓ ઝળક્યા
ગોધરા

શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા ના યજમાન પદે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ફૂટબોલ ભાઈઓની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનેલાવ ,ગોધરા ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધાને કોલેજના આચાર્ય ડો. એમ બી પટેલ તથા કોલેજ નો સ્ટાફ હાજર રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ સ્પર્ધામાં કુલ 10 કોલેજો ની ટીમોએ ભાગ લીધો હતો જેમાં બોડેલી આર્ટસ અને કોમર્સ કોલેજ રનર્સઅપ હતી જ્યારે અમારી કોલેજ સતત બે વર્ષ થી આંતર કોલેજ ફૂટબોલ ભાઈઓની સ્પર્ધા માં ચેમ્પિયન થઈને કોલેજ નું નામ ફરી એકવાર રોશન કર્યું છે. કોલેજમાંથી કુલ પાંચ ખેલાડીઓ 1. નિનામા ઋતવિક કે રાઠોડ, નરેન્દ્રકુમાર એમ ભાભોર, નિકુંજ આર રાઠોડ, ઋતુરાજ આર બારીયા, રાહુલકુમાર એમ આ પાંચ ખેલાડી ભાઈઓ ની પસંદગી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ફૂટબોલ ભાઈઓની ટીમમાં થઈ છે આ પાંચે ભાઈઓ આવનાર સમયમાં ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી વેસ્ટ ઝોન ફૂટબોલ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લેવા જશે જે બદલ કોલેજ ના આચાર્ય ડો. એમ બી પટેલ અને કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર હંસાબેન ચૌહાણ તથા સમગ્ર કોલેજ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!