અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે પોલીસતંત્રને પ્રોહીબીશનની અમલવારી માટે શખ્ત સૂચના આપતા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી 25 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યા બાદ વધુ એક વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી પલ્સર બાઈકમાંથી 27 હજારનો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલા અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદના માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે શામળાજી પોલીસને પલ્સર બાઈક પર દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવાતા પલ્સર બાઈક પર દારૂની ખેપ મારતો બુટલેગર બાઈક મૂકી ફરાર થઇ જતા પોલીસે પલ્સર બાઈક પર થેલામાં અને ડેકીમાં સંતાડેલ જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-98 કીં.રૂ.27 હજાર સહીત રૂ.67000/ – નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા