37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : નવા વર્ષમાં નડિયાદમાં દારૂની રેલમછેલ કરવા રાણજી નામના બુટલેગરે ટ્રકમાં...

અરવલ્લી : નવા વર્ષમાં નડિયાદમાં દારૂની રેલમછેલ કરવા રાણજી નામના બુટલેગરે ટ્રકમાં મંગાવેલ 11.13 લાખનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો

0
173

બુટલેગરો ટ્રક ચાલકને 10 થી 20 હજાર રૂપિયાની લાલચ આપી ટ્રકમાં ભરેલા માલસામાનની આડમાં વિદેશી દારૂ ભરી આપી ગુજરાતમાં ઠાલવી રહ્યા છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે દિવાળી પર્વમાં જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિવિધ વાહનો મારફતે થતી શરાબ ની હેરાફેરી અટકાવવા અભેદ્ય સુરક્ષા ગોઠવી દીધી હોય તેમ જીલ્લા પોલીસતંત્ર સઘન ચેકીંગ અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોમાં કીમિયા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં ટાઇલ્સની આડમાં સંતાડીને ઘુસાડાતી વિદેશી દારૂની અધધ 6840 બોટલ જપ્ત કરી ટ્રક ચાલક ખેપિયાને દબોચી લીધો હતો ટ્રકમાં દારૂ હરિયાણાના બુટલેગરે ભરી આપ્યો હતો અને નડિયાદના રાણાજી નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરવાની સાથે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર અને અંતરિયાળ આંતરરાજ્ય સરહદ પર પેટ્રોલિંગ હાથ ધર્યું છે પીએસઆઇ એસ.કે.દેસાઈને ટાઇલ્સ ભરેલ ટ્રકમાં મોટી માત્રામાં હરિયાણાથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવા નીકળ્યો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી કોર્ડન કરી ટ્રકની તલાસી લેતા ટાઇલ્સના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 180 પેટી હતી.

પોલિસને મળી આવલે વિદેશી દારૂની બોટલ નંગ -6840 કીં.રૂ.1113300/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક રાશિદખાન અલીખાન પઠાણને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને ટ્રક મળી રૂ.21.15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રકમાં દારૂ ભરી આપનાર હરિયાણાના બુટલેગર 1)આરીફખાન,૨)રશીદખાન ,3)પંડિતજી,4) મુબારક પઠાણ,5)મુસ્તીક પઠાણ,6)મુસ્તાકખાન તેમજ ટ્રકમાં વિદેશી દારૂ મંગાવનાર 7) રાણાજી (રહે, નડિયાદ-ખેડા) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!