અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરના નિર્માણને લઇને ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કુડોલ ગામે મહાકાળી માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત મહાકાળી માતાજીના મંદિરના ખાતમુર્હુત પ્રસંગે ગુજરાત સરકાર ના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ બાયડ વિધાનસભા ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગ્રામજનો અને સમાજના લોકોને માર્ગદર્શન પુરૂ પાડતા શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને આવનાર પેઢીને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે પણ આહ્વાન કર્યું હતું. આ સાથે જ વ્યસનોથી દૂર રહેવા માટે પણ ખાસ અપિલ કરી હતી. કુડોલ ગામે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં સમાજના જે પણ યુવકોને સરકારી નોકરી પ્રાપ્ત કરી છે તેવા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું.