અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારી હંકારી નિર્દોષ રાહદારીઓને અડેફેટે લઇ અકસ્માતની ઘટનાની હારમાળા સર્જી રહ્યા છે માલપુર પોલીસ સ્ટેશન નજીક પુરપાટ ઝડપે પસાર થતા બાઈક ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારી બાઈક સ્લીપ થતા બાઈક ચાલક સહીત ત્રણ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણેને સારવાર અર્થે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોડાસા દવાખાને ખસેડાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુર પોલીસ સ્ટેશન આગળ બાઈક ચાલકે બેફામ ગતિએ બાઈક હંકારી રોડ નજીક પસાર થતા રાહદારીને ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ બાઈક સ્લીપ થતા બાઈક ચાલક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેને સારવાર અર્થે દવાખાને ખસેડી પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી હતી