સાઠંબા પોલીસ મથકના ગાબટ આઉટ પોસ્ટ વિસ્તારમાં આવેલા પોટરી ફાર્મમાં શકુનિઓ જુગારની ચોપાટ જમાવીને જુગાર રમતા હતા સાઠંબા પોલીસે ત્રાટકી રંગે હાથ પાંચ શકુનિઓને દબોચી લીધા ના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબા પોલીસ મથકના ગાબટ આઉટ પોસ્ટ વિસ્તારમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં જુગારની ચોપાટ જમાવીને બેઠેલા પાંચ શકુનિઓને સાઠંબા પોલીસે ત્રાટકી રંગેહાથ ઝડપી લઈ જુગારનું સાહિત્ય, રોકડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨૭,૨૨૦/-ના મુદ્દામાલ સાથે શકુનિઓ (૧) જયેશ અરવિંદ નિનામા (૨) મનુ સોમા પલાવત ( ૩) શંભુ અરવિંદ નિનામા ( ૪) જીતુ કોદર નાળિયા ( ૫) વિશાલ કાનાભાઈ પરમાર તમામ રહે. ગાબટ ની ધરપકડ કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.