31.8 C
Gujarat
Tuesday, September 22, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભિલોડા પોલીસે છાપરા ગામ નજીક આઈ-20 કારમાંથી 67 હજારનો દારૂ...

અરવલ્લી : ભિલોડા પોલીસે છાપરા ગામ નજીક આઈ-20 કારમાંથી 67 હજારનો દારૂ ઝડપ્યો, બુટલેગર અંધારામાં ખેતરમાં ફરાર

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકવવા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો ભિલોડા પોલીસે છાપરા ગામ નજીક વોચ ગોઠવતા આઈ-20 કારમાં દારૂ ભરી પસાર થતો બુટલેગર પોલીસ નાકાબંધી જોઈ કાર રોડ પર મૂકી અંધારામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારમાંથી 468 બોટલ દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા ટાકાટુકા ગામ તરફથી આઈ-20 કારમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની છાપરા ગામ નજીક વોચ ગોઠવતા પોલીસ વોચ જોઈ દારૂ ભરેલી આઈ-20 કાર બુટલેગર રોડ પર બિનવારસી મૂકી અંધારામાં ખેતરમાં ફરાર થઇ જતા પોલીસે પીછો કરતા પોલીસનો પનો ટૂંકો પડ્યો હતો આઈ-20 કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન-467 કીં.રૂ.67200 અને કાર મળી કુલ રૂ. 4.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!