અરવલ્લી જીલ્લામાં 1 હજાર જેટલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ધીકતો ધંધો કરી રહ્યા છે
Advertisementમુન્નાભાઈ MBBS શખ્સો આરોગ્ય તંત્ર, પોલીસતંત્ર અને કેટલાક લેભાગુ પત્રકારો માટે કમાઉ દીકરો બની રહ્યા હોવાની ચર્ચા
Advertisement
અરવલ્લી જિલ્લામાં ઝોલા છાપ ડોકટરોનો રાફડો ફાટ્યો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બની બેઠેલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે જીલ્લા એસઓજી પોલીસે બાયડ તાલુકાના વજેપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માં પેટી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મહેશસિંહ ચંદુસિંહ સોલંકી નામના બોગસ અટકયાત કરી
દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા વજેપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મહેશસિંહ ચંદુસિંહ સોલંકી (રહે,રોજડ,તલોદ-સાબરકાંઠા) નામનો શખ્સ લોકોને તબીબ હોવાનું જણાવી પેટીમાં દવાઓનો જથ્થો રાખી ઘરે ઘરે સારવાર કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ વજેપુરા ગામમાં ત્રાટકી મહેશસિંહ ચંદુસિંહ સોલંકીને દબોચી લઇ તેની પાસેથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.3518નો મુદ્દામાલ જપ્ત કરી નકલી તબીબ સામે આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-419 તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ આંબલીયારા પોલીસને સુપ્રત કરી હતી