39 C
Ahmedabad
Saturday, May 4, 2024

યાત્રાધામ શામળાજી ખાતે આ વર્ષે 2 દિવસ તુલસી વિવાહનો કાર્યક્રમ, તડામાર તૈયારીઓ પૂર્ણ


Advertisement

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખતે તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે.. આગામી કારતક સુદ અગિયારસના રોજ તુલસી વિવાહનો મનોરથ ભાવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવશે. આ મનોરથ આ વખતે દર વર્ષ ની સરખામણી કરતા કંઈક અલગ અને વધુ સારી રીતે ઉજવાય તે માટે શામળાજી મંદિર ટ્રસ્ટ અને યજમાન દાતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ભગવાન શામળિયા નું મામેરું ભરાશે જ્યારે ગુરુવારના રોજ ભગવાન કૃષ્ણ અને તુલસી માં નો તુલસી વિવાહ યોજવામાં આવશે.

Advertisement

Advertisement

શામળાજી ખાતે યોજાનાર તુલસી વિવાહને લઇને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તુલસી વિવિહના કાર્યક્રમને લઇને જાણકારી આપવામાં આવી હતી. શામળાજી ખાતે કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ભરાય છે ત્યારે આ વર્ષે પણ અનેકવિધ કાર્યક્રમો યોજાનારા છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દૂર દૂરથી કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવી પહોંચશે.

Advertisement

Advertisement

યાત્રાધામ શામળાજી ખાતે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી દર્શનાર્થીઓ શામળિયાના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ તુલસી વિવાહ સહિત કાર્તિકી પૂનમના મેળાને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!