
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે દહાડે દારૂના રસિકો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગટગટાવી જતા હોવાથી બુટલેગરો એનકેન પ્રકારે વિદેશી દારૂની ડિમાન્ડને પહોંચી વળવા એનકેન પ્રકારે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા આ દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક રાજસ્થાન તરફથી આવતા વાહનો નું સઘન ચેકીંગ હાથધરતા બુટલેગરો અંતરિયાળ માર્ગે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા બોરનાલા ગામ નજીક પહોંચતા વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ચાલક બુટલેગરે કાર રિવર્સ લઇ પરત રાજસ્થાન તરફ હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરતા બુટલેગર હાંફી જતા ખાખલાધરા નજીક રોડ સાઈડ નીચે ઉતરી જતા બિનવારસી મૂકી બુટલેગર ઝાડી-ઝાંખરામાં છૂ થઇ ગયો હતો પોલીસે રોડ સાઈડ ઉતરી પડેલી બિનવારસી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-720 કીં.રૂ.146940/- અને કાર મળી કુલ રૂ.4.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા







