મોડાસા તાલૂકા નિવૃત કર્મચારી મંડળની સ્થાપના થયા પછી પ્રથમ વખત સ્નેહ મિલન કાર્યક્રમ અગરસિંહ એમ ચૌહાણ નિવૃત મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ ના અધ્યક્ષસ્થાને ઓધારી માતાના હોલ ખાતે તા 21:11:23 ના રોજ યોજવામાં આવેલ તેમાં દસ હજાર કે તેથી વધુ દાન આપેલ હોય તેવા 350 દાતાઓને આમન્ત્રણ આપવામાં આવ્યું હતું તે પૈકી 250 જેટલા દાતાઓ હાજર રહ્યા હતા તમામ દાતાઓને ફૂલ છડી તેમજ પાંચ ગ્રામ ચાંદીના સિક્કા આપી સન્માનીત કરવામાં આવ્યા હતા સાથો સાથ મન્ડલ દ્વારા તેજ આઈ સેન્ટર જિલ્લા સેવા સદન સામે આવેલ આંખની હોસ્પિટલના સહયોગથી મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્નેહ મિલન ને સફળ બનાવવા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ શંકરભાઇ જે પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રી વિઠલભાઈ પરમાર ડાહ્યાભાઈ પટેલ લાલાભાઇ વણકર ચંદ્રકાન્તભાઈ સુથાર તેમજ કોહ્યાભાઇ પટેલ વગેરેના સાથ સહકારથી કાર્યક્રમ સફળ થયો હતો કાર્યક્રમમાં એમઓસી પ્રવીણભાઈ સુથાર દિનેશભાઇ શર્મા તેમજ જયેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે દાતાઓએ મન્ડલ નો આભાર માન્યો હતો