નડિયાદના બુટલેગરે દારૂ મંગાવ્યો હતો,નડિયાદમાં દારૂ ઠલવાય તે પહેલા શામળાજી પોલીસે ઝડપી લીધો
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધાના ગણતરીના કલાકો વધુ એક દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રક-કન્ટેનરમાંથી ખાખી પુંઠાના બોક્ષની આડમાં સંતાડેલ 2.46 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી વિદેશી દારૂને ઘૂસતો અટકાવવા બાતમીદારો સક્રિય કર્યા છે પીએસઆઇ એસ.કે.દેસાઈને રાજસ્થાનના ઉદેપુર તરફથી વિદેશી દારૂ ભરી ટ્રક-કન્ટેનર ગુજરાતમાં ઠાલવવા આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે સતર્ક બની બાતમી આધારિત ટ્રક-કન્ટેનર (ગાડી.નં-RJ-10-GA-9267)ને અટકાવી તલાસી લેતા ટ્રક કન્ટેનરમાં પૂઠાના બોક્ષની અંદર રહેલ નાની ગાડીઓમાં ઉપયોગમાં લેવાતા માલસામાનના પ્લાસ્ટિક બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-432 કીં.રૂ.246120/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક રિંકુ ગંગારામ રાજપૂત (રહે,સીરમૌર,અલવર-રાજસ્થાન)ની ધરપકડ કરી વિદેશી દારૂ,મોબાઈલ, ટ્રક સહીત કુલ.રૂ.21.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ સુનિલ ઉર્ફે સોનુ ઉર્ફે અનિલ અને ટોટા નામનો બુટલેગર (બંને,રહે,મંગલવાડા-રાજસ્થાન)સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે








