AdvertisementDYSP સહીત જીલ્લા પોલીસ કાફલો કાર્તિકી પૂનમના મેળામાં ખડેપગે ફરજ બજાવશે
Advertisement
દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શનિવારથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે આ મેળામાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં થી ભક્તો ઉમટી પડે છે આ મેળામાં નાગધરા કુંડ નું વિશેષ મહત્વ રહેલું છે વર્ષો જૂની પરંપરા મુજબ આ કુંડમાં સ્નાન કરવા થી ભુત પ્રેત તથા બિમારી હોય તો દુર થાય છે તેવી ભક્તો ની માન્યતા રહેલી છે છે
રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરીને નવાં કપડાં પહેરીને હાથમાં દીવો તથા ક્ષીફળ લ ઈ નેં કાળીયા ઠાકોરના દર્શન કરે છે શામળાજી ખાતે દસમી સદીની હરિશ્ચંદ્ર રાજાની ચોરી આવેલ છે તેનો ઈતિહાસ પણ જુનો છે રાજા હરિશ્ચંદ્ર એ આ ચોરીમાં લગ્ન કર્યા હતાં
આ અમૂલ્ય ચોરીનું પુરાતત્ત્વ વિભાગ દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી આ મેળામાં સ્થળ પર લાઇટીગ ગોઠવવામાં આવે તો આવનાર યાત્રિકોને આ પુરાણા સ્થળ વિશે માહિતી મળે તે ગાઇડ ની વ્યવસ્થા કરવી જોઈએ આ ચોરી ની આસપાસ વિશાળ માત્રામાં જાળી ઓ ઉગી ગયેલ છે તે સરકાર દ્વારા દુર કરવામાં આવે અંદર જવા માટે નો દરવાજો પણ તુટી ગયેલ છેઆ મેળામાં આ વિસ્તાર નું દેશી આદું રતાળુ પ્રખ્યાત છે દેશ વિદેશમાં આ વિસ્તાર નું દેશી આદું વખણાય છે. મેળો માણવા વિદેશીઓ પણ આવે છે મેળામાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ ભક્તો માટે એસટી નિગમ દ્વારા એક્ટ્રા બસો મુકવામાં આવી છેજિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ગોઠવવામાં આવી છે