અરવલ્લી SP શૈફાલી બારવાલે જીલ્લામાં ગુન્હા આચરી પોલીસને હંફાવતાં આરોપીઓને ઝડપી પાડવા શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર બાતમીદારો સક્રિય કરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે પેરોલ ફર્લો ટીમે શામળાજી બસ સ્ટેન્ડ નજીકથી શામળાજી પોલીસ સ્ટેશનના વોન્ટેડ બુટલેગર કલ્પેશ ડામોર અને ટીંટોઈ પોલીસે ઇસરી પોલીસ સ્ટેશનના વોન્ટેડ બુટલેગર ટીંટોઈ બજારમાંથી ઝડપી પાડી પોલીસે બંને બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ PSI વી.એસ.દેસાઈ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વોચ ગોઠવી બાતમીદારો સક્રિય કરતા શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હાનો આરોપી કડવથ ગામનો કલ્પેશ ડામોર શામળાજીમાં કામકાજ અર્થે ખાનગી વાહનમાં બેસી આવી રહ્યો હોવાની બાતમી મળતા બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં વોચ ગોઠવી કલ્પેશ ડામોર આવતા કોર્ડન કરી દબોચી લઇ શામળાજી પોલીસને સુપ્રત કર્યો હતો છેલ્લા આઠ મહિનાથી શામળાજી પોલીસને હાથતાળી આપતા બુટલેગરે કલ્પેશ ડામોરને પોલીસે ઝડપી પાડતા મોતિયા મરી ગયા હતા
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુન્હામાં સંડોવાયેલ આરોપી નવીન કાંતિ ઘેલાત નામનો બુટલેગર ટીંટોઇ ગામની બજારમાં ખરીદી કરી ત્રણ રસ્તા નજીક ઉભો હોવાની બાતમી મળતાં પોલીસ ત્રણ રસ્તા પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી અટકાયત કરી ઇસરી પોલીસને સુપ્રત કર્યો હતો