અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે સિલ્કરૂટ તરીકે બુટલેગરોમાં જાણીતો છે શામળાજી પોલીસ વર્ષે દાહડે કરોડો રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડે છે શામળાજી પોલીસે અત્યાર સુધી ઝડપેલ વિદેશી દારૂના ઇતિહાસમાં સૌપ્રથમ વાર બ્રાન્ડેડ દારૂની મોંઘીદાટ બોટલ ઝડપી છે પોલીસે ઝડપેલ 4 બોટલની કિંમત 43 હજાર રૂપિયા હોવાનું જાણી અચંબિત બની હતી ટેમ્પો ડ્રાઇવર ઘરવખરી સામાનની આડમાં બ્રાન્ડેડ દારૂની ખેપ મારતો ઝડપી લીધો હતો ડ્રાઈવર4 મોંઘીદાટ બ્રાન્ડેડ બોટલ કોઈ પ્રસંગમાંથી લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે બીજીબાજુ પોલીસ મુંબઈના માલેતુજાર ગ્રાહકો માટે દારૂની બોટલ વેચાણ કરી રોકડી કરવા હેરાફેરી કરતો હોવાની આશંકા સેવી રહી છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના કીમિયા નિષ્ફ્ળ બનાવી રહી છે શામળાજી PSI એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાસી લેતા શંકાસ્પદ ઝડપ સાથે પસર થતા ટેમ્પોને અટકાવી તલાસી લેતા ઘરવખરીના માલસામાનની આડમાં સંતાડેલ માલેતુજાર લોકોની પસંદીદા વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની મોંઘીદાટ 4 બોટલ દારૂ મળી આવતા પોલીસની આંખો પહોળી થઇ ગઈ હતી પોલીસે 43 હજારની ચાર બોટલ સાથે ટ્રક ડ્રાઇવર રામસાગર રામશંકર દુબે (રહે,શાંતાક્રુઝ-મુંબઈ) ને દબોચી લઈ 2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ડ્રાઇવરને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો