25 C
Ahmedabad
Monday, March 24, 2025

સાબરડેરી : નોકરીના નામે મલાઈ તારવી લેતા પદાધિકારીઓ…!! જીલ્લા રજીસ્ટ્રાર સામે ગંભીર આક્ષેપ, 83 જગ્યા માટે ભ્રષ્ટાચાર જ લાયકાત


નોકરી વાંછુક યુવકે આરટીઆઈ હેઠળ સાબરકાંઠા જીલ્લા રજીસ્ટ્રારમાં માહિતી માંગતા માહિતી આપવામાં જીલ્લા રજીસ્ટ્રારના ઠાગાઠૈયા
સાબરડેરીમાં નોકરી નિયમોના થતા ઉલ્લઘંન અંગે જીલ્લા કલેકટર અને તકેદારી આયોગમાં અરજી કરી છતાં જીલ્લા રજીસ્ટ્રારનું પેટનું પાણી ન હાલ્યું હોવાનો અરજદારનો આક્ષેપ
ડેરી નિયામક મંડળમાં જીલ્લા રજીસ્ટ્રાર હોવા છતાં નોકરીના નિયમોની ઐસી કી તૈસી
સાબરડેરીમાં વિવિધ પદ માટેની નોકરીમાં ભારે ભ્રષ્ટાચાર અને સગાવાદ ચલાવવામાં આવતો હોવાની બૂમો ઉઠતી રહી છે
ઉચ્ચકક્ષાએથી તપાસનો ધમધમાટ કરવામાં આવે તો કેટલાક ડિરેક્ટરના પગ તળે રેલો આવે તેવી શક્યતાઓ

Advertisement

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લાખ્ખો પશુપાલકો માટે જીવાદોરી સમાન હિંમતનગર સ્થિત સાબરડેરીમાં ભ્રષ્ટાચારના અજગરી ભરડામાં લપેટાઈ છે સાબરડેરીના હિંમતનગર અને વિવિધ રાજ્યમાં આવેલ મિલ્ક પ્લાન્ટમાં અને વહીવટી વિભાગમાં નોકરી માટે લાખ્ખો રૂપિયા લેવાતા હોવાની સાથે સગાવાદ ચલાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સતત ઉઠી રહ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકના જાગૃત યુવકે 5 મહિના અગાઉ 83 જગ્યા માટે જાહેરાત ન્યુઝ પેપરમાં આપ્યા પછી નોકરી માટેના નિયમોનો ઉલાળિયો કરી કેટલીક જગ્યાઓ માટે ભરતી બરોબર કરી દેવામાં આવી હોવાની અને ભરતી પ્રક્રિયામાં સાબરકાંઠા જીલ્લા રજીસ્ટ્રારે ભેદી ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કરી આરટીઆઈ હેઠળ માંગેલ માહિતી આપવામાં જીલ્લા રજીસ્ટ્રાર ઠાગાઠૈયા કરી માહિતી આપવાના બદલે અરજી દફ્તરે કરતા જાગૃત યુવક સમસમી ઉઠ્યો છે અને આ અંગે કોર્ટનું શરણ લેવા તજવીજ હાથધરી છે

Advertisement

Advertisement

સાબરડેરીમાં નોકરી માટે અરજી કરનાર નોકરી વાંછુક જાગૃત ચૌધરી સમાજના યુવકે સાબરડેરીના પદાધિકારીઓ અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,સાબરડેરીમાં નોકરી માટે લાખ્ખો રૂપિયા ભાવ બોલાય છે અને તેમાં પણ લાખ્ખો રૂપિયા સાથે સગાવાદ હોવો અતિ આવશ્યક છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાંટ મેળવતતી હોય તેવી કો- ઓપરેટીવ સંસ્થાઓમાં ભરતી બાબતે પછાત વર્ગો માટે રિઝર્વેશન રાખવું અનિવાર્ય છે આ અંગે પાલન કરવામાં આવતું નથી આ અંગે ડેરી સંચાલક મંડળમાં જીલ્લા રજીસ્ટ્રાર હોઈ કાયદાનું પાલન થાય છે કે નહીં તેમજ સરકારી નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવેની જવાબદારી પણ જીલ્લા રજીસ્ટ્રારની બનતા
તપાસ કરવા અરજી કરી હતી તેમ છતાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી અને અંગેની જીલ્લા રજીસ્ટ્રાર પાસે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવતા માહિતી આપવાના બદલે દફ્તરે કરી દીધી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!