ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ… અરવલ્લી જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,, જિલ્લાના ધનસુરા ખાતે આવેલ જે.એસ.મહેતા સ્કૂલના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાએથી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીમાં પહોંચ્યા હતા… આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કક્ષાએ રમતક્ષેત્રે આગળ પહોંચેલા ખેલાડીઓ, કોચ તેમજ અન્ય ક્ષેત્રોના તજજ્ઞો આવી પહોંચ્યા હતા,, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તેમજ અરવલ્લી જિલ્લા હેન્ડીકેપ્ડ સંસ્થાન બુટાલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું હતું… આ સાથે જ દિવ્યાંગોને લગતી સરકારી યોજનાઓ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી…દિવ્યાંગો ઘરે રહી રોજગારી મેળવી શકે તે માટે વિવિધ સાધન સહાય પણ આવામાં આવી હતી.. હાલમાં જ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઇને તાલુકા ચૂંટણી અધિકારીએ દિવ્યાંગોને માહિતગાર કર્યા હતા…
અરવલ્લી ફિઝિકલ હેન્ડિકેપ્ડ સંસ્થા બુટાલ તેમજ જીલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા દ્વારા જીલ્લાના બસો થી ઉપરાંત દિવ્યાંગ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા સમાજ અધિકારી કપિલભાઇ, ધનસુરા કેરવણી મંડળ ના પ્રમુખ સચિનભાઇ પટેલ, સાબર ડેરી ડિરેક્ટર તથા હેમંતભાઈ પટેલ, એમ.પી.ઓ સાબર શિત કેન્દ્ર શામળાજી સાબરડેરી તથા જીજ્ઞેશભાઇ પટેલ, ધનસુરા માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન તથા કાન્તીભાઈ પટેલ કેળવણી મંડળ પ્રમુખ તથા ધીરુભાઈ જે પટેલ મંત્રી તથા રજનીકાંત ભાઇ પટેલ તથા અવધેશ ભાઇ તથા ચંદુભાઇ ભાટી તથા કોકીલાબેન ભાટી વગેરે સન્માનિત કરવામાં આવ્યા હતા. અરવલ્લી ફિઝિકલ હેન્ડિકેપ્ડ સંસ્થા બુટાલ ના પ્રમુખ ઉપપ્રમુખ પ્રકાશભાઈ જોષી તથા તથા મંત્રી વિનોદચંદ્ર બી. પટેલ તથા વિજયભાઈ રાણા તથા અશ્વીભાઇ પંડ્યા તથા દીનેશભાઈ પટેલ રોઝડ તથા પુષ્પાબેન પટેલ તથા મેહુલભાઈ પટેલ તથા લાલાભાઈ પરમાર વગેરે એ ખુબ જ જહેમત ઉઠાવી હતી