મોડાસામાં નિર્માણધીન આઇકોનિક બસપોર્ટનું કામકાજ મંથરગતિએ ચાલતા આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ
વિકાસ વિનાશ વેરે છે જોવો હોય તો પધારો આઇકોનિક બસપોર્ટ પાછળ નગરપાલિકાનો રોડની પોસ્ટ સોશ્યલ મીડિયા ફરતી થઇAdvertisementAdvertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નિર્માણધીન આઇકોનિક બસપોર્ટ અને નગરપાલિકા રોડ પર પડેલા ખાડા અને ખુલ્લી ગટરોથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારના રોડ પર નગરપાલિકા અને પોલીસતંત્રની બેધારી નીતિના પગલે લારી સાથે ફેરિયાઓએ અડિંગો જમાવતા અને વાહનોનું આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા સર્જાતા સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે
મોડાસા શહેરમાં વિકાસના નામે આડેધડ ખાડા ખોદવામાં આવ્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા અને ખોડેલ રોડ પર સમારકામ કરવામાં કે નવનિર્માણ કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતો વિલંબ નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે મોડાસા શહેરના આઇકોનિક બસપોર્ટ નિર્માણની ઢીલી નીતિના પગલે તેમજ નગરપાલિકાથી મુખ્યમાર્ગને જોડતા 18 મીટર પહોળા ડીપી રોડનું કામકાજ બસ સ્ટેન્ડ પાછળની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અને સારવાર માટે આવતા દર્દીઓ માટે આફતરૂપ બની રહ્યો છે ડીપી રોડ પર ખુલ્લી ગટરોને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા મચ્છરજન્ય રોગચાળા નો ભય મંડરાઈ રહ્યો છે 18 મીટર ડીપી રોડનું ઝડપથી કામકાજ પૂર્ણ થાય અને લિઓ પોલીસ ચોકી હટાવવામાં થતા વિલંબથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે
આઇકોનિક બસ સ્ટેન્ડ પાછળ રોડ પર ઉભી રહેતી આડેધડ લારી-ફેરિયાઓના કારણે છાસવારે ટ્રાફિકજામ સર્જાતા લારીઓ રોડ પરથી દૂર કરવાના બદલે હપ્તારાજની આડમાં રક્ષણ કોણ આપી રહ્યું છે નો ગંભીર પ્રશ્ન શહેરના અગ્રણી દિલીપ પટેલે કર્યો હતો