Advertisementછેલ્લા પંદર દિવસમાં ત્રણ-ત્રણ માવઠા થતા લોકો રેઇનકોટ પહેરવો કે પછી જેકેટની મૂંઝવણ ભરી સ્થિતિમાં
AdvertisementAdvertisement
શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં માવઠાનો માર પણ સહન કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે બે-ત્રણ દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચીંતા પ્રસરી છે મોંઘાદાટ બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ગાત્રો થીજાવતી ઠંડીમાં મહામહેનતે વાવેતર કરેલ ખેતીને નુક્શાનની ભીતી સેવાઈ રહી છે
ભર શિયાળે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયાની ભીતિ સતાવી રહી છે. લોકોને કકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. લોક મૂંજવણમાં મૂકાયા હતા કે, સ્વેટર પહેરવો રે રેઇનકોટ પહેરવો મોટા ભાગના ખેડૂતોએ ઘઉં સહીત અન્ય પાકની વાવણી કરી દીધી છે અન્ય ખેડૂતો પણ ખેતી માટે વાવણી કાર્ય કરી રહ્યા છે ત્યારે સતત ત્રીજી વાર માવઠારૂપી વરસાદે ખેડૂતોના માથે ચિંતા વધારી દીધી છે ઘઉંનું વાવેતર કરી દેનાર ખેડૂતોને ઘઉંનું બિયારણ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જીલ્લામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો માવઠાથી જમીન બિયારણ વરસાદી પાણીથી લથબથ બનતા ફૂગ લાગવાની શક્યતા ઉભી થઇ છે જયારે બટાકાનું વાવેતર કરવા બિયારણ અને ખાતર સહીતની ખરીદી કર્યા બાદ માવઠાના પગલે થોભો અને રાહ જોવોની જેમ વરાપ નીકળે ત્યાં સુધી રાહ જોવી પડશે જીરું,વરિયાળી અને શાકભાજીને વ્યાપક નુકશાન થતા ખેડુતોની હાલત દયનિય બની છે