31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લી : ટિંટિસર-સજાપુર પંથકમાં દીપડાના આંટાફેરા,ખેતરમાં ફુટમાર્ક જોવા મળતા ખેડૂતો સહીત સ્થાનિકોમાં...

અરવલ્લી : ટિંટિસર-સજાપુર પંથકમાં દીપડાના આંટાફેરા,ખેતરમાં ફુટમાર્ક જોવા મળતા ખેડૂતો સહીત સ્થાનિકોમાં ભયનો માહોલ

0

અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ અને જંગલ વિસ્તાર દીપડાઓને અનુકૂળ આવી રહ્યો છે જીલ્લામાં દીપડાની સંખ્યા વધવાની સાથે દીપડાઓની કનડગત વધી ગઈ છે દીપડા જંગલ છોડી શિકારની શોધમાં માનવ વસ્તી તરફ ફંટાયા છે મોડાસા તાલુકાના ટિંટિસર-સજાપુર સહીતના પંથકમાં છેલ્લા એક વર્ષથી દીપડો અને તેનો પરિવાર વિહરતો જોવા મળી રહ્યો છે 6 મહિના અગાઉ ગોખરવા-સરડોઇ રોડ પર એક દીપડાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારબાદ દીપડા દેખાવાનું બંધ થતા સ્થાનિકલોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો જોકે ફરીથી ટિંટિસર-સજાપુર ગામની સીમમાં આવેલ ખેતરમાં દીપડાના ફૂટમાર્ક જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

મોડાસા તાલુકાના ટિંટિસર-સજાપુર પંથકમાં દીપડાના આંટાફેરાથી પશુપાલકો અને ખેડૂતો ચિંતિત બન્યા છે છેલ્લા એક વર્ષથી બોલુન્દ્રા થી લાલપુર અને ગઢડા સુધીના વિસ્તારમાં દીપડાઓ જોવા મળી રહ્યા છે શિયાળુ ખેતી સમયે દીપડાએ ટિંટિસર-સજાપુર પંથકમાં હાજરી પુરાવતા ખેડૂતો દીપડાના ભયથી ફફડી ઉઠ્યા છે ખેતરમાં મળેલા ફૂટમાર્ક ના આધારે સંભવિત સ્થળોએ વનવિભાગ તંત્ર પાંજરું મૂકી દીપડાને પાંજરે પુરે તેવી લોકમાંગ પ્રબળ બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!