27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટીંટોઈ પોલીસે રાજસ્થાન પોલીસને 13 વર્ષથી હંફાવતા ગૌવંશના ગુન્હાના આરોપી...

અરવલ્લી : ટીંટોઈ પોલીસે રાજસ્થાન પોલીસને 13 વર્ષથી હંફાવતા ગૌવંશના ગુન્હાના આરોપી અલાઉદ્દીન મુલતાનીને ખોડંબાથી દબોચ્યો

0
172

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ટીંટોઈ પોલીસે ખોડંબા બસ સ્ટેન્ડ નજીકથી રાજસ્થાન રાજ્યના નોખા પોલીસ સ્ટેશનમાં ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં રહેતા અલાઉદ્દીન પીરૂ મુલતાનીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી રાજસ્થાન પોલીસ ને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી 13 વર્ષ અગાઉ ગુન્હો અચારી બિંદાસ્ત ટહેલતા આરોપીને ઝડપી લીધો હતો

ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાનના નોખા પોલીસ સ્ટેશનમાં ગૌવાંશના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસાતો-ફરતો અને મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં રહેતો અલાઉદ્દીન પીરૂ મુલતાની ખોડંબા બસ સ્ટેન્ડ નજીક ઉભો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી આધારીત સ્થળે પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!