અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે બાતમીદારો સક્રિય કરી ગુન્હાને અંજામ આપી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ભિલોડા તાલુકાની આંતરરાજ્ય સરહદ ઝાંઝરી નજીકથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ બુટલેગર મનસુખ અસોડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને જબ્બે કરવા પેટ્રોલિંગ હાથધરતા ભાણમેર ગામનો અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના અગાઉ નોંધાયેલ દારૂના ગુન્હાનો આરોપી મનસુખ બાલા અસોડા ઝાંઝરી બોર્ડરથી ખાનગી વાહનમાં બેસી ભિલોડા આવવાનો હોવાની બાતમી મળતા તાબડતોડ ઝાંઝરી પહોંચી વોચ ગોઠવી દઈ મનસુખ અસોડા પહોંચતા કોર્ડન કરી દબોચી લઇ મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી