asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

Morbi Fake Toll Gate : નકલી PMO ઓફિસર, નકલી કચેરી, નકલી દવા, નકલી દારૂ, નકલી દસ્તાવેજ અને હવે પ્રસ્તુત છે મોરબીનું નકલી ટોલ નાકુ…


ગુજરાતમાં ચાલી રહેલા અમૃતકાળ દરમિયાન લોકોને દોઢ વર્ષ પછી હવે ખબર પડી કે મોરબીનું આ ટોલનાકુ તો નકલી છે !

Advertisement

ગુજરાતમાં ચાલી રહેલા અમૃતકાળ દરમિયાન લોકોને થઈ રહેલા અનેક નકલી અવનવા વહીવટના કારસ્તાન વચ્ચે વધુ એક નકલી ઘટના સામે આવી છે. આ વખતે કોઈ જીવતો જાગતો વ્યક્તિ, કચેરી, દસ્તાવેજ કે નકલી વસ્તુ નહીં પરંતુ તદ્દન નવો જ અનુભવ થયો છે. જી, હાં, આ વખતે મોરબીમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા નકલી ટોલ ગેટનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લાના વાંકાનેરના વઘાસિયા ગામ નજીક બંધ પડેલી સીરામીક ફેક્ટરી ભાડે રાખીને ટોલનાકું ચલાવવામાં આવી રહ્યું હતું.

Advertisement

ગુજરાતમાં અવાર-નવાર નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મી, નકલી ખાણી-પીણીની વસ્તુઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ ચૂકી છે. ત્યારે હવે ગુજરાતના મોરબી જિલ્લામાં નકલી ટોલનાકું ઝડપાતા હડકંપ મચી ગયો છે.

Advertisement

મોરબીના વાંકાનેરના વઘાસિયા ગામ નજીક બંધ પડેલી સીરામીક ફેક્ટરી ભાડે રાખીને ટોલનાકું ચલાવવામાં આવતું હતું. આ ટોલનાકું થોડા દિવસોથી નહીં પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. જેમાં ફોર વ્હીલ વાહનો પાસેથી રૂપિયા 50, નાના ટ્રકના 100, મોટા ભારે ટ્રકના 200ની ટોલ ટેક્ષ તરીકે ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

Advertisement

આ મામલે નિવૃત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિએ નકલી ટોલનાકું ચાલવીને કરોડો રૂપિયાની કમાણી કરી હોવાના આક્ષેપ લાગ્યા છે. મોટા માથાઓ દ્વારા આ ટોલનાકું ચલાવાતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે, સરકારને અત્યાર સુધી આ અંગે જાણ કેમ ના થઈ? અને કોની રહેમ નજર હેઠળ આ નકલી ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ છે.

Advertisement

અને હવે શરૂ થશે તપાસનો ધમધમાટ અને SITનું નાટક : દરેક નકલી પકડાઈ ગયા પછી તપાસનો કહેવાતો ધમધમાટ અને ત્યાર બાદ સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ગઠન કરવાનું ચીલાચાલુ નાટક કરવામાં આવશે. અને લાંબા સમય સુધી તેની તપાસ પણ ચાલશે. એ દરમિયાન આપણે ભૂલી જઈશું કે મોરબીમાં કોઈ નકલી ટોલ નાકુ પકડાયું હતું. જેમ આપણે નકલી PMO ઓફિસર કિરણ પટેલને ભૂલી ગયા છે. અને હવે નકલી ટોલનાકા ની ખબરમાં સીરપ કાંડ ભૂલી જઈશું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!