ગુજરાતમાં વાહનચોરીની ઘટનાઓ સતત બની રહી છે અનેક યુવાનો મોજશોખ માટે બાઈક અને મોપેડ ચોરીની રવાડે ચઢી ગુન્હાખોરીની દુનિયામાં પગ માંડતા હોય છે બાયડ પોલીસે બસ સ્ટેન્ડ નજીક બિનવારસી હાલતમાં પાર્ક કરેલ એક્ટિવાનો નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લિકેશનમાં સર્ચ કરતા મોડાસા શહેરમાંથી એક્ટિવા ચોરી થઇ હોવાનું જણાઈ આવતા પોલીસે ચોરીની એક્ટિવા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસાથી ચોરી કરેલ એક્ટિવા બાયડ બસ સ્ટેન્ડમાં બિનવારસી હાલતમાં મૂકી દેતા એક્ટિવા ચોરની હરકતથી પોલીસ અને એક્ટિવા માલિક અચરજમાં મુકાયા હતા
મોડાસા શહેરના ડુઘરવાડા રોડ પર રહેતા મોં.સોહબ ગુલામરસુલ પટેલના એક્ટિવાની ચોરી થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચોરી અંગેનો ગુન્હો નોંધાવ્યો હતો મોડાસાથી એક્ટિવાની ચોરી કરનાર ચોર એક્ટિવા બાયડ બસ સ્ટેન્ડ નજીક અગમ્ય કારણોસર બિનવારસી મૂકી ફરાર થઇ જતા બાયડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચોરીના ગુન્હા વધતા બાયડ બસ સ્ટેન્ડમાં વોચ ગોઠવતા ખુલ્લી જગ્યામાં પાર્કિંગ કરેલ એક્ટિવા શંકાસ્પદ જણાતા એક્ટિવા નંબર પોકેટ કોપ એપમાં નાખતા બિનવારસી હાલતમાં પાર્કિંગ કરેલ એક્ટિવા મોડાસાથી ચોરી થયેલું હોવાનું અને આ અંગે ગુન્હો ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવાની જાણ થતા એક્ટિવાને કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો