જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યાને લઈ રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઇ છે જેના પડઘા ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં પડ્યા છે જીલ્લા રાજપૂત સમાજ અને કરણીસેનામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હોવાની સાથે રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાઓએ વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડી ન્યાયિક તાપસ કરી ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી
અરવલ્લી જીલ્લા સમસ્ત રાજપૂત સમાજના યુવાનો, અગ્રણીઓએ જીલ્લા સેવાસદન પરિસરમાં જબ તક સુરજ ચાંદ રહેગા સુખદેવ તેરા નામ રહેગા અને હત્યારાઓને ફાંસીના માંચડે લગાવોના નારા સાથે રેલી સ્વરૂપે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગૌ ભક્ત,સનાતન ધર્મના રક્ષક રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા તેમના ઘરમાં જ કરવામાં આવતા સમગ્ર સનાતની સમાજ અને ક્ષત્રિય રાજપૂત સેના શોકમગ્ન છે હત્યારાઓની ઝડપી પાડવામાં આવે અને ન્યાયિક તપાસ કરી હત્યામાં સંડોવયેલ તમામ આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે જો આ અંગે તંત્ર અને સરકાર ઢીલી નીતિ રાખશે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને અનેક રીતે વિરોધ કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી
અરવલ્લી રાજપૂત સમાજના યુવા અગ્રણી નીતિરાજસિંહ પૂવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યાને પગલે રાજસ્થાન જ નહિ સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ભારે શોકગની છવાઈ હોવાની સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે હત્યાને અંજામ આપનાર હત્યારાઓને ફાંસીની સજા અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે તે ખુબ જરૂરી છે