અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મુનાઈ ગામમાં એક મહિલા ઘરમાં રસોઈ બનાવતા સમયે ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠતા મહિલા અને તેના પરિવારજનો ઘર બહાર દોડી આવ્યા હતા ઘરમાં આગ લાગતા ઘરવખરી આગમાં ખાખ થઇ ગઈ હતી આગની ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે રસોઈ બનાવતી મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
ભિલોડા તાલુકાના મુનાઈ ગામમાં રહેતા મીનાબેન મેહુલભાઈ પરમાર બુધવારે સાંજના સુમારે રાબેતા મુજબ રસોઈ બનાવતા હતા ત્યારે અગમ્ય કારણોસર ગેસની બોટલમાંથી ગેસ લિકેજ થતા આગ લાગતા મહિલા અને તેના પરિવારજનો સમય સુચકતા વાપરી ઘર બહાર દોડી ગયા હતા ગણતરીની સેકન્ડમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલા ઘરવખરી,રાચરચીલું, બે મોબાઈલ સહીત રોકડ રકમ આગ માં ખાખ થઇ ગઈ હતી આગની ઘટના બનતા ભારે અફડાતફડી મચી હતી સ્થાનિક લોકો દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં રસોઈ કરતી મહિલા અને તેના પરિવારના સભ્યો સહીસલામત રહેતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગેસ લીકેજથી આગમાં ઘરવખરી ખાખ થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું