અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભ્રમણ થઈ રહ્યું છે ત્યારે માલપુર તાલુકાના મંગલપુર ખાતે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈને સરપંચ દીપલબહેન ચિરાગભાઈ પટેલ દ્વારા ગામના 203 જેટલા લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, આગામી દિવસોમાં તમામ લોકોને વીમા પોલિસીનો લાભ આપવામાં આવશે.
મંગલપુર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં મને માલપુર તાલુકાના પ્રમુખ ભાગ્ય બેન પંડ્યા તેમજ ઉપપ્રમુખ શ્રી તેમજ મહામંત્રી ભાજપા સંગઠન ના હસમુખભાઈ પટેલ અને માલપુરના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૌમિક સિંહ રાઠોડ તેમજ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી શ્રી તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર અને સરપંચ દીપલબહેન ચિરાગભાઈ પટેલ હાજર રહી સમગ્ર કાર્યક્રમની અને યોજનાઓનું દરેકને લાભ આપી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મંગલપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ દીપલબહેન ચિરાગભાઈ પટેલ દ્વારા 470 મકાનોમાં માં રહેતા દરેકને બેન્કિંગ દ્વારા એક્સિડન્ટ પોલિસી આજરોજ 203 પોલિસી આપવામાં આવી હતી અને સમગ્ર પંચાયતનના માણસોને જીવન સુરક્ષિત કરવા માટે આગામી તમામ પોલિસીઓ નું પ્રીમિયમ પંચાયત દ્વારા ભરી દરેકને આપવામાં આવશે