ગુજરાત રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીનો આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે રાજ્ય પોલીસવડાએ વહીવટી કારણોસર જાહેરહિતમાં રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી સ્થાનિક જીલ્લામાંથી અન્ય જીલ્લામાં કરવામાં આવી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી ત્યારે અરવલ્લી જીલ્લા એલસીબીમાં ફરજ બજાવતા ASI અને બાયડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહીત બે પોલીસકર્મીઓની જીલ્લાફેર બદલી કરવામાં આવતા પોલીસબેડામાં ચર્ચાનો દોર શરૂ થયો છે જીલ્લા પોલીસતંત્રમાં દબદબો ધરાવતા 2 પોલીસકર્મીની જીલ્લા ફેર બદલી કરી દેવામાં આવતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો
ગુજરાતના DGP વિકાસ સહાયે રાજ્યમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો ગંજીપો ચીપ્યો છે જેમાં અરવલ્લી જીલ્લા એલસીબીમાં ASI તરીકે ફરજ બજાવતા વીરભદ્રસિંહ રણજીતસિંહની અમરેલી જીલ્લામાં અને બાયડ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર અશોકકુમાર સુરેશભાઈની જામનગર જીલ્લામાં બદલી કરવામાં આવી છે તેમજ બદલી ઓર્ડરમાં જીલ્લાફેર બદલી થયેલ બંને પોલીસકર્મીઓને તાત્કાલિક છુટા કરી અને બદલી સ્થળે હાજર થવા તાકીદ કરી બંને જીલ્લા પોલીસવડાને ફેક્સથી જાણ કરવા તાકીદ કરી છે
DGP વિકાસ સહાયે વિવાદિત ભૂતકાળ ધરાવતા કે પછી બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસકર્મીઓની બદલી કરી હોવાની ચર્ચાએ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ચકચાર મચાવી છે અરવલ્લી જીલ્લામાં બુટલેગરો અને અસામાજીક તત્વો સામે પોલીસતંત્રમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઘરાબો ધરાવતા હોવાના આક્ષેપ અનેકવાર થઇ ચુક્યા છે ત્યારે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે
બે પોલીસકર્મીઓની રેન્જ બહાર બદલીના આદેશ કરતા પોલીસબેડામાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે