શહેરા,
ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે.જેને લઈને દેશના હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ભાગરુપે પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા નાડા રોડ પરના રામજી મંદિર ખાતે અયોધ્યાથી આવેલા અભિમંત્રિત અક્ષત કુંભના સ્વાગત કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ભગવાન રામલલ્લાની અયોધ્યામાં સ્થાપનાની સાથે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે.હિન્દુઓની આસ્થા સમાન ભગવાન શ્રી રામ મંદિરના આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના ભાવિકો ભાગ લશે.પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા અંબા માતાજીના મંદિર થી નાડા રોડ ખાતે આવેલા રામજી મંદિર સુધી ઉત્તરપ્રદેશના અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનુ સ્વાગત વાજતે ગાજતે કરવામા આવ્યુ હતુ. જેમા શહેરાનગરમાથી મોટી સંખ્યામા હિન્દુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કુંભને રામજી મંદિર ખાતે મુકવામા આવ્યો હતો.મંદિર પરિસરમાં જય શ્રી રામના નારા ગુજ્યા હતા.વિશ્વ હિન્દુ પરિષદના પંચમહાલ જીલ્લાના સંયોજક દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિયે જણાવ્યુ હતુ કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. જેને લઈને અયોધ્યા ખાતેથી રામ મંદિર ના પ્રાણપ્રતિષ્ઠાની કાર્યક્રમની પત્રિકા આવી છે. કાર્યકરો દ્વારા આ પત્રિકાનુ પહેલી જાન્યુઆરીથી પંદરમી જાન્યુઆરી સુધી ઘરેઘરે જઈને વિતરણ કરવામા આવશે.ભગવાન શ્રી રામનો ફોટો આપવામા આવશે.સમાજમા સામાજીક સમરસતા આવે તે માટે પણ વિવિધ સમાજના અગ્રણીઓની મુલાકાત કરશે. આ કાર્યક્મમાં શહેરા નગરના ભાવિકો,વેપારી અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ,રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા