ગુજકોસ્ટ અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતે યોજાયેલ 31મી નેશનલ ચિલ્ડ્રન કોંગ્રેસ રાજ્ય કક્ષાએ મોડાસા શહેરની પ્રતિષ્ઠિત શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી ઈંગ્લીશ મીડીયમ સ્કુલની ધોરણ-૯ ની વિધાર્થીની પાટીલ ધાર્મી મુકેશકુમાર દ્વારા રજુ કરેલ Social and cultural Practices for Ecosystem and Health પ્રોજેક્ટ ને બિરદાવવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ તૈયાર કરવામાં હેમલબેન જોષી તથા લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓડીનેટર ચંદનબેન પટેલ તથા શાળાના આચાર્ય શ્રીમતી દુર્ગાબેન ત્રિવેદી દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ તે બદલ મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલ, ઉપપ્રમુખ હરીભાઈ પટેલ, મંત્રી રણછોડભાઈ પટેલ તથા માધ્યમિક વિભાગના આચાર્ય ડો. જીગ્નેશ સુથાર તથા પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદ પટેલ અને કારોબારી સભ્યો દ્વારા સૌને અભિનંદન પાઠવ્યા હતા.
અરવલ્લી : શ્રી સરસ્વતી ઇંગ્લીશ મિડીયમની વિધાર્થીની રાજ્ય કક્ષાએ ઝળકી
Advertisement
Advertisement
Advertisement
Advertisement