અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા પોલીસને ઉંઘતી રાખી રીંટોડા ગામમાં બુટલેગરે ઘર પાછળ ઝાડી ઝાંખરામાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની 147 બોટલ ઝડપી પાડી હતી શામળાજી પોલીસે પાલ્લા ગામ નજીક સીએનજી રીક્ષાની નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના 326 ક્વાંટરીયા સાથે અમદાવાદના બે બુટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રીંટોડા ગામનો મિતેષ બાબુ ખરાડી નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ રેડ કરતા બંધ મકાનની પાછળ ઝાડી-ઝાંખરામાં તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી હતી ઝાડી-ઝાંખરામાં છૂટી છવાઈ પડેલ વિદેશી દારૂની બોટલ અને બિયરની પેટી મળી આવતા 147 બોટલ-ટીન કીં.રૂ.46300/-નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડની ગંધ આવી જતા ફરાર બુટલેગર મિતેષ બાબુ ખરાડી સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પાલ્લા ગામ નજીક આવેલ આંતરરાજ્ય સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સીએનજી પેસેન્જર રિક્ષાને અટકાવી તલાસી લેતા રીક્ષાની નીચે બનાવેલ ગુપ્તખાનામાં સંતાડી રાખેલ શરાબના ક્વાંટરીયા નંગ-326 કીં.રૂ.35860/-નો જથ્થો જપ્ત કરી રીક્ષા ચાલક મોઇન નિયાજ મોહમ્મદ મન્સૂરી (રહે,સરખેજ અંબાર ટાવર ફતેવાડી સ્ટાર ડુપ્લેક્ષ-અમદાવાદ) અને સાદિક સૌકતઅલી મિર્ઝા (રહે,વટવા,સૈયદવાડી) નામના બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ અને રીક્ષા મળી રૂ.1.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ ભરી આપનાર શિવા નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી