બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના એક અધિકારી બુટલેગર સાથે ગાડીમાં ફરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું
બી-ડિવિઝન પોલીસને અડ્ડાઓના ઠેકાણાના ખબર હોય તો જાણી લે આ રહ્યા ઠેકાણા
1.હિંમતનગર રેડ ક્રોસ પાછળ
2.ધાણદા ફાટક પાસે
3.ભોલેશ્વર વિસ્તારમાં
4.કાટવાડ રોડ પર
5.ટીવીએસ શોરૂમની પાછળ
ગાંધીના ગુજરાતમાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે સાબરકાંઠા જીલ્લા પોલીસવડા વિજય પટેલના આગમન પછી કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓમાં જાણે કોઈ ધાક જ ન રહી હોય તેમ તેમના છુપા આશીર્વાદથી જીલ્લામાં દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓએ માજા મૂકી છે ત્યારે હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા ખુલ્લેઆમ દેશી દારૂ અને ખાનગીમાં ઇંગ્લિશ દારૂના ધમધોકાર વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.એક જાગૃત નાગરિક દ્વારા ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓનો વિડીયો લેવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે બી ડીવિઝન પોલીસની આંખ નીચે નશેડીઓ હોટલ પર ઊભા રહીને પાણીની બોટલ પીતા હોય તેમ બિન્દાસ રીતે દારૂનું સેવન કરી રહ્યા છે. પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાથી કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે રાજ્યના દબંગ ગૃહ મંત્રી આવા દારૂ વેચનાર અસામાજીક તત્ત્વો અને બુટલેગરો સાથે ભાઈબંધી રાખનાર કેટલાક પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે