અરવલ્લી જીલ્લો શિક્ષણનું હબ સાથે આરોગ્યક્ષી સેવાઓ માટે જાણીતો છે ત્યારે હવે અરવલ્લી જીલ્લાના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્ર કાઠું કાઢી રહ્યા છે જીલ્લામાં બહુ પ્રતિભાશાળી ખેલાડીઓ ગુજરાત સહીત દેશમાં જીલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની પી.કે.ફણશે વિદ્યાલયના વિનોદ બામણીયા ગુજરાત ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી જ્વલંત પ્રદર્શન કરી રહ્યો છે
મહારાષ્ટ્રના નાસિકમાં અંડર-17 ખો ખો સ્કૂલ ગેમ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સમગ્ર દેશમાંથી 29 રાજ્યની ટીમે ભાગ લીધો હતો રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે બીજો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે ગુજરાતની ટીમમાં સામેલ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની પી.કે.ફણશે વિદ્યાલયના વિનોદ બામણીયા ગુજરાત ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી જ્વલંત પ્રદર્શન કરી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવતા શાનદાર પ્રદર્શનથી સમગ્ર દેશના ખો ખો રમત રમતા ખેલાડીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું વિનોદ બામણિયાના ઉત્કૃષ્ઠ પ્રદર્શનના પગલે ખોખો કોચ પંકજ કટારા, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશ ક્લાસવા અને જીલ્લાના ખેલાડીઓએ અભિનંદન વર્ષા કરી હતી