37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ પેપર લીકના અરવલ્લીમાં પડઘા, કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરતા SP કચેરી ધરણાં...

પેપર લીકના અરવલ્લીમાં પડઘા, કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરતા SP કચેરી ધરણાં યોજી સુત્રોચ્ચાર “પોલિસ તેરી તાનાશાની, નહીં ચલેંગી નહીં ચલેંગી”

0
336

વન રક્ષકનું પેપર લીક થવા મામલે અરવલ્લી જિલ્લામાં પણ તેના પડઘાં પડ્યા અને જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ધરણાં યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પેપર લીક થવાની ઘટનાને લઇને પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી, જોકે 27 માર્ચના રોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનોની પોલિસે અટકાય કરી લીધી હતી તો કેટલાક આગેવાનોને નજર કેદ કરાયા હતા, જેને લઇને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલિસ વડા કચેરી બહાર બેસી ધરણાં યોજી રામધૂન કરવામાં આવી હતી. આ સાથે જ પોલિસ તેરી તાનાશાહી નહીં ચલેંગીના સુત્રોચ્ચાર કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા.

સાંભળો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે શું કહ્યું

રવિવારના રોજ મહેસાણા જિલ્લાના એક કેન્દ્ર ખાતે વન રક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનું સામે આવ્યું હતું જેને લઇને કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડમાં આવી હતી, અને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવાનું આયોજન હતું જોકે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંતી કોંગ્રેસના આગેવાનો ગાંધનગર ન પહોંચે તે માટે પોલિસ દ્વારા વિશેષ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી અને કોંગી નેતાઓને નજર કેદ કરી લેવાયા હતા. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ પણ પોલિસની નજરમાં આવતા તમામને કેદ કરાયા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ કર્યો હતો અને સુત્રોચ્ચાર કરીને ઉમેદવારોને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

પેપર લીક થવાની ઘટના અને કોંગી નેતાઓને નજર કેદ કરવાની ઘટનાને લઇને કોંગી નેતાઓએ જિલ્લા પોલિસ વડા અને કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!