ધી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ‘સુવર્ણજયંતિ મહોત્સવ’ કાર્યક્રમ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયો
પીપોદરા દૂધ ઉત્પાદક મંડળી ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧માં વર્ષમાં પ્રવેશ કરતા કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રી ભીખુંસિહંજી પરમાર,અન્ન અને નાગરિક પુરવઠા ગુજરાત રાજ્ય,ઉપસ્થિત રહ્યા
સહકારમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન કરતા જણાવ્યું ; મારા જન્મ પહેલાની બનેલી મંડળી એટલે પીપોદરા દૂધ મંડળી અને આર્થિક અને સામાજિક વિકાસમાં બહુમૂલ્ય ફાળો ધરાવતી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે,અમૂલ દૂધ સહકારી માળખા થકી ગ્રામીણ અર્થતંત્ર ,મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારીની વિપુલ તકો ઉભી કરી છે અને સભાસદોના આર્થિક અને સામાજિક વિકાસમાં ફાળો આપનાર પીપોદરા દૂધ ઉત્પાદક મંડળી સભાસદોના અતૂટ વિશ્વાસના પરિણામે તેની યશસ્વી અને સફળ કામગીરીના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તમામને અભિનંદન પાઠવું છું. આજે આ ગામની દરેક મહિલાઓ જેમને એવોર્ડ મળ્યા છે જે સૌથી વધારે દૂધ ભરાવે છે તેમને પણ અભિનંદન પાઠવું છું.
દર વર્ષે આજે દૂધથી કરોડો રૂપિયા ગામડામાં જાય છે.આજે શ્વેત ક્રાંતિનું ઉત્તમ ઉદાહરણ દૂધ ડેરીઓ છે. મંત્રીએ આગળ જણાવ્યું કે મોટી કંપનીના માલિક બનવું સહેલું છે પણ પીપોદરા જેવા નાનકડા ગામમાં કરોડોનું ટર્નઓવર કરવું સહેલું નથી પણ આ ગામે કરી બતાવ્યું છે.આજે બેહનોને કારણે આ દૂધ મંડળીઓ ચાલે છે.બીજી એક વાત આ પ્રસંગે અપીલ કરવા માંગુ છું કે દરેક ડેરીઓમાં ૩૩% મહિલાઓને સ્થાન આપવાની શરૂઆત કરીએ.આજે બહેનોના કારણે ઘરથી લઈને ગામ અને દેશ ચાલે છે.મંત્રીએ પોતાના ઘરનો પ્રસંગને યાદ કરતા જણાવ્યું કે આજે બહેનો પૈસાની બચત કરીને ખૂબજ ચીવટથી સાચવીને પૈસાની બચત ફક્ત સ્ત્રી કરી શકે છે.પશુપાલક બહેનોથી ક્રાંતિ આવી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સતત બહેનો માટેની ચિંતાથી અનેક યોજનાઓ ફક્ત મહિલાઓ માટે મુકવામાં આવી છે.
મંત્રીએ સંકલ્પ યાત્રામાં લાભ લેવા અપીલ કરતા જણાવ્યું કે,હું આજે આ મંચ ઉપરથી મોદીની ગેરંટી વાળો રથ ફરે છે એમાં પ્રધાનમંત્રી યોજનાઓ અને સુકન્યા યોજનાઓ જેવી અનેક ૧૭ જેવી યોજનાઓનો લાભ ઘરઆંગણે લઇ શકાય તેવુ આયોજન કર્યું છે. તો તેનો લાભ લેવો જરૂરી છે.આગળ દૂધ ઉત્પાદનની વાત જણાવતાં કહ્યું,આજે ડેરીમાં જે દૂધ અપાય છે તેમાંથી ૫૦ જેટલી અમૂલ દ્વારા પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે.જેનાથી નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી તમામ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે.મંત્રીએ ખાસ ખેડૂતોને અપીલ કરતા કહ્યું,આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીએ અને પ્રાકૃતિક ખેતીથી જે પાક થાય તેના સારા ભાવ મળે અને આપણે આજે આ ગામમાં દાખલો બેસાડીએ કે પીપોદરા ગામ પ્રાકૃતિક ખેતી કરે અને આપણે પહેલ કરીએ અને નવી શરૂઆત કરીએ. અને ગામ સાથે પીપોદરા ગામના ખેડૂતોને સમૃદ્ધ કરીએ.અને સાથે રાજ્ય અને દેશને સ્વસ્થ બનાવીએ.આ સાથેજ પોતાની વાત પૂરી કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભિલોડા,પી.સી.બરંડા,ચેરમેન સાબરડેરી શામળભાઈ પટેલ,વા.ચેરમેન ગુજકોમાસોલ,અમદાવાદ બીપીનભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અમૂલ ફેડરેશન જયેનભાઈ મહેતા,અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, ડિરેક્ટર ગુજકોમાસોલ જગદીશભાઈ પટેલ,મેને.ડિરેક્ટર સાબરડેરી, સુભાષચંદ્ર પટેલ, વા.ચેરમેન પીપોદરા દૂધ મંડળી અમૃતભાઈ પટેલ,તથા કારોબારી સભ્યો અને મહિલા સભ્યો સાથે મોટી સંખ્યામાં તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ જનમેદની ઉપસ્થિત રહી.