રાષ્ટ્રીય સહિત જાહેર કાર્યક્રમોની ઉજવણી માટે જગ્યા માટે ફરતું તંત્ર, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને નથી લાગતું કે, વિશાળ જગ્યા રીઝર્વ કરવી જોઈએ !!
AdvertisementAdvertisement
અરવલ્લી જિલ્લામાં હવે ધીરે-ધીરે બાંધકામો થઈ રહ્યા છે, સરકારી જમીનો પર ક્યાંક સિવિલ તો ક્યાંક સરકારી અન્ય ભવનો તૈયાર થઈ રહ્યા છે. પણ હવે આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમો માટે જગ્યા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ ભટકવું પડે તો નવાઈ નહીં. આ પહેલા રાજ્ય કક્ષાની ઉજવણી મોદી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, તે માટે પણ કાર્યક્રમને લઇને કેટલીય મૂંજવણો હતી કે, કાર્યક્રમ ક્યાં કરવો. આખરે મોદી ગ્રાઉન્ડ પર મહોર લગાવાઈ હતી, જોકે હવે એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા મોદી ગ્રાઉન્ડની આસપાસ રેલવેની કામગીરી ચાલી રહી છે ત્યારે ભવિષ્યમાં આવા કોઈપણ કાર્યક્રમો માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ ઠરાવ તેમજ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી વિશાળ મેદાન રીઝર્વ કરી દેવાની જરૂર છે.
હાલ મોડાસા નગર પાલિકાને ડંપિંગ સાઈટ માટે જગ્યા નથી મળતી તો કેટલીય સરકારી જગ્યાઓ પર સરકારી ભવનો બની ગયા છે અને ભવિષ્યમાં નિર્માણ પામશે. જો આવું થાય તો આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો ક્યાં કરવા તે સવાલ ઉઠશે. મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ મોડાસા નગર પાલિકા ટાઉન હોલ તેમજ ભામાશા હોલનો ઉપયોગ કરી રહ્યું છે. પણ જો વિશાળ નવરાત્રી જેવો કાર્યક્રમ, જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ, મુખ્યમંત્રી અથવા તો પ્રધાનમંત્રીના કાર્યક્રમો ક્યાં કરવા તે સવાલ થશે.
અધિકારીઓ આવીને જતાં રહે છે, જિલ્લાનું વિચારવાનો કોઈને રસ નથી… અધિકારીઓ માત્ર તાયફા જ કરતા હોવાની લોકચર્ચા..!!!!
Advertisement
ધીરે-ધીરે સરકારી જમીનો પૂર્ણ થવા જઈ રહી હોય તેવું લાગે છે, ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ દૂરનો વિચાર કરવો જોઈએ અને કાયમી ધોરણે એક સરકારી જમીન રીઝર્વ રાખવી જરૂરી છે, નહીંતર મોડાસા નગર પાલિકા જે રીતે ડંપિંગ સાઈટ માટે જમીન શોધવા ભટકી રહી છે, તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ ભટકવાનો વારો આવી શકે છે.