અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ પરથી વિવિધ વાહનોમાં થતી વિદેશી દારૂની હેરાફેરી પર મહદંશે પોલીસતંત્ર કાબુ મેળવવમાં સફળ રહ્યું છે શામળાજી પોલીસે રાજસ્થાનના રતનપુર ઠેકા પરથી બ્રેઝા કારમાં દારૂ ભરી પસાર થતા કલોલ સાંતેજના બે બુટલેગરોને ઝડપી પાડી 26 હજાર નો દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
શામળાજી પીએસઆઈ વી.ડી.વાઘેલા અને તેમની ટીમે અમદાવાદ -ઉદેપુર ને.હા.નં-8 પર આશીર્વાદ હોટલ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી બ્રેઝા કારને અટકાવી તલાસી લેતા ડેકીમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-48 કીં.રૂ.26400/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક રવિ બાબુજી ઠાકોર (રહે,સાંતેજ,કલોલ-ગાંધીનગર) અને બિપિન લક્ષ્મણ ખાંટ (રહે, સાંતેજ, મૂળ રહે,જરડા,મેઘરજ-અરવલ્લી)ને દબોચી લઈ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.5.30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કારમાં વિદેશી દારૂ ભરી અપાનાર રાજસ્થાન રતનપુરના ઠેકા વાળા અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી