ભિલોડા,તા
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે રેપીડ એક્શન ફોર્સ RAF ના જવાનો અને પોલીસ કર્મીઓ ધ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી.વિવિધ વિસ્તારોનો ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચિતાર મેળવ્યો હતો.સલામતીના ભાગરૂપે શાંતિ સમિતિની વિશેષ બેઠક પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી.વરીષ્ઠ નાગરિકો, સમાજસેવકો તેમજ સામાન્ય વ્યક્તિઓ સાથે મન મેળાપ અને પરિચય કર્યો હતો.ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા કવાયત હાથ ધરી હતી.શાંતિ અને સુરક્ષા જાળવવા માટે રેપિડ એક્શન ફોર્સ ધ્વારા કવાયત હાથ ધરાઈ હતી.સલામતીના ભાગરૂપે ભિલોડામાં R.A.F ના જવાન ધ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી.ભિલોડા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ R.A.F સહાયક કમાન્ડન્ટ કૈલાશ ચંદ, પી.આઈ એચ.પી.ગરાસીયા, પી.એસ.આઈ વી.ડી.રાઠોડ, એલ.એમ.પરમાર, મુકેશભાઈ પ્રજાપતી સહિત પોલીસ કર્મીઓ, હિન્દુ – મુસ્લિમ સમાજના બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.